એપ્રિલ 5, 2025 3:22 પી એમ(PM)

printer

મહીસાગરના લૂણાવાડામાં આવેલા કાલિકા ડુંગર પર પૌરાણિક કાલિકા માતાના મંદિરે આજે ચૈત્રી આઠમે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

મહીસાગરના લૂણાવાડામાં આવેલા કાલિકા ડુંગર પર પૌરાણિક કાલિકા માતાના મંદિરે આજે ચૈત્રી આઠમે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. મીની પાવાગઢ તરીકે ઓળખાતા મહાકાળી માતાજીના મંદિરે આજે ચૈત્રી નવરાત્રીની આઠમના પાવન દિવસે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે.