ઓગસ્ટ 4, 2025 9:40 એ એમ (AM)

printer

મહીસાગરના લુણાવાડામાં રમાયેલી નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં દશ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો

મહીસાગરના લુણાવાડામાં 19મી ઇન્ડિપેન્ડન્સ નેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2025 યોજાઈ. આ સ્પર્ધામાં 10 રાજ્યના 670 જેટલા કરાટે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પંચમહાલના સાંસદ રાજપાલ સિંહ જાદવની ઉપસ્થિતિમાં ખેલાડીઓ દ્વારા કરાટેના દિલધડક કરતબોનું નિદર્શન કરાયું હતું. આ સ્પર્ધાનું આયોજન વાડોરૂ કરાટે ડુ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને વર્લ્ડ વાડોરુ કરાટે ફેડરેશન દ્વારા કરાયું હતું.