ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 7, 2025 8:54 એ એમ (AM)

printer

મહિસાગરના હાઇડ્રો પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનમાં પાંચેય કર્મચારીઓના મૃતદેહ મળ્યાં

અંજતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં મહીસાગર નદીના પાણી અચાનક ઘૂસી જતા ડૂબી ગયેલા તમામ શ્રમિક ના મૃતદેહ મળી આવ્યા છે.મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના તાત્રોલી પાસે આવેલ અંજતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગુરુવારે બપોરે મહીસાગર નદીના પાણી અચાનક ઘૂસી જતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 15 કામદારો માંથી 5 કામદારો પાણી માં ડૂબી ગયા હતા. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.NDRF દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 4 શ્રમિકોના મૃત દેહ મળ્યા હતા.પાંચમાં શ્રમિક નો મૃતદેહ ગઇકાલે સાજે મળી આવ્યો છે. તમામ મૃતદેહ લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે પોસ્મૉર્ટમ માટે લાવવામાં આવ્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. તમામ મૃતદેહના પીએમ બાદ પરિવારને સોંપવામાં આવશે.