ડિસેમ્બર 2, 2025 9:34 એ એમ (AM)

printer

મહિલા FIH હોકી જૂનિયર વર્લ્ડકપ 2025માં ભારતનો નામીબિયા સામે પ્રથમ મેચમાં વિજય

ભારતે ચિલીના સેન્ટિયાગોમાં નામિબિયા સામે ૧૩-૦થી શાનદાર વિજય સાથે મહિલા FIH હોકી જુનિયર વર્લ્ડ કપ ૨૦૨૫માં પોતાના અભિયાનની શરૂઆત કરી. જ્યોતિ સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમને પુલ Cમાં જર્મની, આયર્લેન્ડ અને નામિબિયા સાથે મૂકવામાં આવી છે.પૂલની પહેલી મેચમાં જર્મનીએ આયર્લેન્ડને ૭-૧થી હરાવ્યું.ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી વાર, ૨૪ ટીમો સ્પર્ધામાં છે. બધી ટીમોને ચાર-ચારના છ પૂલમાં વહેંચવામાં આવી છે. ભારતને પૂલ Cમાં શરૂઆતના ચેમ્પિયન જર્મની, આયર્લેન્ડ અને નામિબિયા સાથે મૂકવામાં આવ્યું છે.વર્ષ ૨૦૧૩માં, ભારતે આ સ્તરે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારત બુધવારે જર્મની અને શુક્રવારે આયર્લેન્ડ સામે પોતાનો આગામી પૂલ મેચ રમશે.આ તેમનો અંતિમ પૂલ સ્ટેજ મેચ હશે.