મહિલા સશક્તિકરણ માટે મહત્વની પહેલ કરતાં તેમણે જણાવ્યું કે, આગામી પાંચ વર્ષ માટે પ્રથમ વખતના ઉદ્યોગસાહસિક, અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન આપવામાં આવશે.
તેમણે જણાવ્યું કે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. તેમણે શાળાઓમાં 50 હજાર અટલ ટિકરિંગ લેબ સ્થાપિત કરવાની જાહેરાત પણ કરી હતી. ગિગ વર્કર્સ માટે ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આનાંથી દેશનાં એક કરોડથી વધુ ગિગ વર્કર્સને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.
ઉડાન યોજના હેઠળ આગામી 10 વર્ષમાં 120 વિમાન મથકોનું નિર્માણ કરવામાં આવશે. ભારતને વૈશ્વિક રમકડાં કેન્દ્ર બનાવવા માટે આગામી વર્ષમાં પગલાં લેવામાં આવશે.
નાણા મંત્રીએ ભારતીય ભાષા પુસ્તક સ્કીમ, AIમાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપવાની જાહેરાત પણ કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 8:11 પી એમ(PM)
મહિલા સશક્તિકરણ માટે મહત્વની પહેલ કરતાં તેમણે જણાવ્યું કે, આગામી પાંચ વર્ષ માટે પ્રથમ વખતના ઉદ્યોગસાહસિક, અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન આપવામાં આવશે
