મહિલા પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સ આજે ગુજરાત જાયન્ટ્સ સામે રમશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. મુંબઈ અને ગુજરાત બંને દિલ્હી કેપિટલ્સ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂક્યા છે. ટોચ પર રહેનાર ટીમ ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવશે. દિલ્હી કેપિટલ્સ હાલમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે ગુજરાત બીજા સ્થાને છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને યુપી વોરિયર્સ પહેલાથી જ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે.
Site Admin | માર્ચ 10, 2025 1:28 પી એમ(PM) | મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગ (WPL) 2025
મહિલા પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે ટક્કર
