જાન્યુઆરી 11, 2026 9:49 એ એમ (AM)

printer

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની બીજી મેચમાં, ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝને 10 રનથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની બીજી મેચમાં, ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝને 10 રનથી હરાવ્યું. ગઇકાલે નવી મુંબઈમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા, ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 4 વિકેટે 207 રન બનાવ્યા હતા.જવાબમાં, યુપી વોરિયર્ઝે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 197 રન જ બનાવી શકતા તેનો પરાજય થયો હતો. નવી મુંબઈમાં ડો. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે શ્રેણીની ત્રીજી મેચમા આજે મુંબઈ ઇન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ આજે સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે.