જાન્યુઆરી 10, 2026 9:21 એ એમ (AM)

printer

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને ત્રણ વિકેટથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગઇકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને ત્રણ વિકેટથી હરાવ્યું.નવી મુંબઈમાં રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા છ વિકેટે ૧૫૪ રન બનાવ્યા. જવાબમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે નિર્ધારિત ઓવરોમાં સાત વિકેટ ગુમાવીને ૧૫૭ રન બનાવીને લક્ષ્યને પાર કરી લીધું. ચોથી મહિલા પ્રીમિયર લીગ બે સ્થળોએ રમાઈ રહી છે: નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી અને વડોદરામાં બીસીએ સ્ટેડિયમ. નવી મુંબઈ પછી, પ્લેઓફ મેચો સહિત બાકીની ૧૧ મેચો વડોદરામાં રમાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.