જાન્યુઆરી 21, 2026 10:10 એ એમ (AM)

printer

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સએ મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સએ મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે હરાવ્યું. વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે ગઇકાલે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 155 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 3 વિકેટે 155 રન બનાવીને મેચ જીતી લીધી હતી. જેમીમાહ રોડ્રિગ્સને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા.