જાન્યુઆરી 17, 2026 9:28 એ એમ (AM)

printer

મહિલા પ્રીમિયર લીગમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત જાયન્ટ્સને 32 રનથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ (WPL) ક્રિકેટમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ગુજરાત જાયન્ટ્સને 32 રનથી હરાવ્યું.રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના 183 રનના લક્ષ્યનો પીછો કરતા, ગુજરાત જાયન્ટ્સ 18.5 ઓવરમાં 150 રન બનાવી ઓલ આઉટ થયું. ગુજરાત જાયન્ટ્સ તરફથી ભારતી ફુલમાલીએ સૌથી વધુ 39 રન બનાવ્યા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી શ્રેયંકા પાટીલે 5 વિકેટ ઝડપી.આ પહેલા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવ્યા, જેમાં રાધા યાદવે 47 બોલમાં સૌથી વધુ 66 રન બનાવ્યા. ગુજરાત જાયન્ટ્સ તરફથી, સોફી ડિવાઈને 3 વિકેટ અને કાશ્વી ગૌતમે 2 વિકેટ લીધી. રાધા યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી.આજે રમાનારી બે મેચ પૈકી, પહેલી મેચમાં, યુપી વોરિયર્સ નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. બીજી મેચમાં, દિલ્હી કેપિટલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે તે જ સ્થળે થશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.