મહિલા ટી20 ક્રિકેટમાં, ભારતે ગઈકાલે રાત્રે બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે પાંચ મેચની શ્રેણીના બીજા મેચમાં ઇંગ્લેન્ડને 24 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, મહિલા ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા. ભારત માટે અમનજોત કૌરે 40 બોલમાં અણનમ 63 રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. જવાબમાં, યજમાન ટીમ નિર્ધારિત વીસ ઓવરમાં 7 વિકેટે 157 રન બનાવી શકી હતી.
Site Admin | જુલાઇ 2, 2025 8:47 એ એમ (AM)
મહિલા ટી20 ક્રિકેટમાં, ભારતે બીજી મેચમાં ઇંગ્લેન્ડને 24 રનથી હરાવીને શ્રેણીમાં સરસાઇ મેળવી
