ઓક્ટોબર 5, 2024 10:06 એ એમ (AM) | ટી-20 ક્રિકેટ વિશ્વકપ

printer

મહિલા ટી-20 ક્રિકેટ વિશ્વકપમાં દુબઇમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 58 રને પરાજય

મહિલા ટી-20 ક્રિકેટ વિશ્વકપમાં ગઈ કાલે રાત્રે દુબઇમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 58 રને પરાજય થયો હતો. 161 રનનાં લક્ષ્યનો પીછો કરતા ભારત 19 ઓવરમાં માત્ર 102 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ન્યુઝીલેન્ડ વતી રોઝમેરી મેરે ચાર વિકેટ લીધી હતી. અગાઉ, ટોસ જીતીને બેટિંગ લેતાં ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં ચાર વિકેટે 160 રન કર્યા હતા. સોફી ડેવિને 36 બોલમાં 57 રન કર્યા હતા. રેણુકા સિંઘે ભારત વતી બે વિકેટ લીધી હતી.
આજે ગ્રુપ-એમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે, જ્યારે ગ્રુપ બીમાં ઇંગલેન્ડ અને બાંગલાદેશ વચ્ચે મેચ રમાશે. બંને મેચ શારજાહમાં રમાશે.