ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 19, 2025 8:28 એ એમ (AM)

printer

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે ઈન્દોરમાં યજમાન ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે ઈન્દોરમાં યજમાન ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. ભારતીય સમય મુજબ આ મેચ બપોરે ત્રણ વાગ્યે રમાશે.હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ સતત બે હાર બાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને સરકી ગઈ છે. ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે.દરમિયાન ગઈકાલે કોલંબોમાં ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. રમતના સમયે પાકિસ્તાને 25 ઓવરમાં પાંચ વિકેટે 92 રન બનાવ્યા હતા. પાકિસ્તાને અત્યાર સુધી ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીતી નથી અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે.