મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે વિશાખાપટ્ટનમમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે.દરમ્યાન ગઇકાલે કોલંબોમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને 89 રનથી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. 254 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમ 46મી ઓવરમાં 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડ તરફથી સોફી એક્લેસ્ટોને ચાર વિકેટ લીધી, કેપ્ટન નેટ સાયવર બ્રન્ટ અને ચાર્લોટ ડીને બે-બે વિકેટ લીધી. કેપ્ટન સાયવર બ્રન્ટના 117 રનની મદદથી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં નવ વિકેટે 253 રન બનાવ્યા. બ્રન્ટને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી.
Site Admin | ઓક્ટોબર 12, 2025 8:19 એ એમ (AM)
મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે વિશાખાપટ્ટનમમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
