ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલ મેચમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે રમશે. નવી મુંબઈમાં ડૉ. ડી. વાય. પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે આ મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે. ગુરુવારે નવી મુંબઈમાં રમાયેલી રોમાંચક સેમિફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે ગુવાહાટીમાં રમાયેલી પહેલી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવી દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચ્યું હતું.
Site Admin | નવેમ્બર 2, 2025 8:30 એ એમ (AM)
મહિલા ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો