મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગ (WPL) 2025 માટે ગુજરાત જાયન્ટ્સ ટીમે આજે અમદાવાદમાં જર્સીનું અનાવરણ કર્યું હતું

મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગ (WPL) 2025 માટે ગુજરાત જાયન્ટ્સ ટીમે આજે અમદાવાદમાં જર્સીનું અનાવરણ કર્યું હતું. WPLની આ ત્રીજી સીઝનમાં ગુજરાત જાયન્ટ્સ 14 ફેબ્રુઆરીએ વડોદરાના બીસીએ સ્ટેડિયમ ખાતે તેની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમશે. સ્પર્ધાની મેચો બેંગલુરુ, લખનઉ અને મુંબઇ ખાતે પણ યોજાશે.
આ પ્રસંગે હેડ કોચ માઇકલ ક્લિન્ગર, ખેલાડીઓ હરલીન દેઓવલ, શબનમ શકીલ અને ગુજરાત જાયન્ટ્સની માલિક અદાણી સ્પોર્ટ્સ લાઇનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આડેસરા ઉપસ્થિત રહ્યા હતા.