ડિસેમ્બર 30, 2025 8:05 પી એમ(PM)

printer

મહિલા ક્રિકેટમાં, ભારત સામેની પાંચમી અને અંતિમ T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી.

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચમી અને અંતિમ T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. કેરળમાં તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાતી મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે.
હાલમાં મળતાં અહેવાલ મુજબ ભારતે 11 ઓવરમાં 5 વિકેટ 79 રન બનાવ્યાં છે.
ભારત તરફથી ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા પાંચ અને જી. કમાલિનીએ બાર રન બનાવીને આઉટ થઈ ગયાં. જ્યારે હરલિન દેઓલે 13 અને રિચા ઘોષે પાંચ રન બનાવ્યાં. હાલમાં સુકાની હરમનપ્રિત કૌર અને અમનજોત કૌર બેટીંગ કરી રહ્યાં છે.
શ્રીલંકા તરફથી નિમાશા મદુશાની, કવિશા દિલહારી, રશ્મિકા સેવવંડીએ , એક-એક અને સુકાની ચમારી અથાપથુ એ બે વિકેટ લીધી.
ઉલ્લેખનીય છે કે, ભારત પહેલાથી જ પાંચ મેચની શ્રેણીમાં 4-0ની અજેય સરસાઈ સાથે આગળ છે. રવિવારે રમાયેલી છેલ્લી મેચમાં, યજમાન ભારતે 30 રનથી વિજય મેળવ્યો હતો.