ડિસેમ્બર 30, 2025 9:21 એ એમ (AM)

printer

મહિલા ક્રિકેટમાં, ભારત આજે અંતિમ T20 મેચમાં શ્રીલંકા સામે ટકરાશે

મહિલા ક્રિકેટમાં, ભારત આજે કેરળના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પાંચમા અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.હરમનપ્રીત કૌરની આગેવાની ભારત પહેલાથી જ 5 મેચની શ્રેણીમાં 4-0 ની અજેય લીડ સાથે આગળ છે. રવિવારે રમાયેલી છેલ્લી મેચમાં, યજમાન ભારતે 222 ના લક્ષ્યની સામે 30 રનથી વિજય મેળવ્યો હતો. અગાઉ, શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાં, ભારતે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું છે.