મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. યજમાન ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે.
ભારતે રવિવારે પહેલી મેચમાં શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું હતું અને મંગળવારે વિશાખાપટ્ટનમમાં બીજી મેચ સાત વિકેટથી જીતી હતી.
Site Admin | ડિસેમ્બર 26, 2025 1:58 પી એમ(PM)
મહિલા ક્રિકેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટ્વેન્ટી 20 મેચ રમાશે.