મહિલા ક્રિકેટમાં ભારતે ગઇકાલે ચોથી T20 મેચમાં શ્રીલંકાને 30 રનથી હરાવ્યું. આ વિજય સાથે, ભારતે 4-0 ની અજય સરસાઈ મેળવી છે .
ગઈકાલે તિરુવનંતપુરમમાં પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
પ્રથમ બેટિંગ કરતા, ભારતે 20 ઓવરમાં 2 વિકેટે 221 રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાએ 87 અને શેફાલી વર્માએ 79 રન બનાવ્યા. જીતવા માટે 222 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, શ્રીલંકા 6 વિકેટે ફક્ત 191 રન જ બનાવી શક્યું.
સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ આવતીકાલે રમાશે.
Site Admin | ડિસેમ્બર 29, 2025 10:41 એ એમ (AM)
મહિલા ક્રિકેટમાં ભારતે શ્રીલંકાને 30 રનથી હરાવ્યું