ડિસેમ્બર 24, 2025 8:27 એ એમ (AM)

printer

મહિલા ક્રિકેટમાં, ભારતે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈકાલે વિશાખાપટ્ટનમમાં પાંચ મેચની શ્રેણીના બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાને સાત વિકેટથી હરાવ્યું. શ્રીલંકાના 129 રનના લક્ષ્ય સામે ભારતે 11.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. ભારત માટે શેફાલી વર્માએ 34 બોલમાં અણનમ 69 રન બનાવ્યા અને વૈષ્ણવી શર્મા અને એન. શ્રી ચારણીએ બે-બે વિકેટ લીધી.શ્રીલંકા માટે, કાવ્યા કવિંડી, મલ્કી મદારા અને કવિશા દિલહારીએ એક-એક વિકેટ લીધી. અગાઉ, ભારત મહિલા ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 128 રન બનાવ્યા. શ્રીલંકા માટે હર્ષિતા સમરવિક્રમાએ 33 રન સાથે સૌથી વધુ રન બનાવ્યા.કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં,ભારત મહિલા ટી20 વર્લ્ડ કપની તૈયારીઓના ભાગ રૂપે શ્રીલંકા સામે પાંચ ટી20 રમી રહ્યું છે. આ જીત સાથે, ભારત પાંચ મેચની શ્રેણીમાં 2-0 થી આગળ છે. શ્રેણીની આગામી મેચ 26 ડિસેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે.