મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈકાલે શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી પાંચ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની આ પહેલી મેચમાં જીત સાથે, ભારતે શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. ભારતે શ્રીલંકાના 122 રનના લક્ષ્યને ફક્ત 14 ઓવર અને 4 બોલમાં પ્રાપ્ત કરી લીધો. ભારત માટે જેમીમા રોડ્રિગ્સે 44 બોલમાં અણનમ 69 રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. આ પહેલા, ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 121 રન બનાવ્યા. T20 શ્રેણીની આગામી મેચ 23 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે અને અંતિમ ત્રણ મેચ તિરુવનંતપુરમમાં રમાશે.
Site Admin | ડિસેમ્બર 22, 2025 8:36 એ એમ (AM)
મહિલા ક્રિકેટમાં, પાંચ મેચની ટી20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું