મહિલા એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે રજત ચંદ્રક જીત્યો છે.ગઈકાલે હાંગઝોઉમાં ચીન સામે રમાયેલી ફાઇનલમાં ભારતે, નવનીત કૌરના પહેલી જ મિનિટમાં પેનલ્ટી કોર્નર ગોલથી શાનદાર શરૂઆત કરી. જોકે, ચીને 21મી મિનિટમાં ગોલ કરી બરાબરી કરી. હાફટાઇમ સુધી બંને ટીમો 1-1થી બરાબરી પર હતી. ત્યારબાદ ચીને અંતિમ ક્વાર્ટરમાં બે ઝડપી ગોલ કરીને મેચ 4-1થી જીતી લીધી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમને રજત ચંદ્રક જીતવા બદલ અભિનંદન આપ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે તેમનો દૃઢ નિશ્ચય અને ટીમ ભાવના ઉત્કૃષ્ટ હતી. તેમણે કહ્યું કે ભારતીય મહિલા હોકી ટીમે દેશને ગૌરવ અપાવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 11:56 એ એમ (AM)
મહિલા એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે રજત ચંદ્રક જીત્યો
