ભારતીય મહિલા હોકી ટીમે આજે મહિલા એશિયા કપ સ્પર્ધામાં થાઇલેન્ડને 11-0 થી હરાવીને પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી. ભારત તરફથી ઉદિતા દુહાન અને બ્યુટી ડુંગ ડુંગે બે-બે ગોલ કર્યા. જ્યારે મુમતાઝ ખાન, સંગીતા કુમારી, નવનીત કૌર, લાલરેમસિયામી, થૌડમ સુમન દેવી, શર્મિલા દેવી અને રૂતાજા દાદાસો પિસાલે એક-એક ગોલ કર્યો.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 7:47 પી એમ(PM)
મહિલા એશિયા કપ સ્પર્ધામાં ભારતે થાઇલેન્ડને 11-0 થી હરાવીને શાનદાર શરૂઆત કરી
