ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 29, 2024 2:52 પી એમ(PM) | ટી-20 ક્રિકેટ

printer

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું છે. ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધારે 60 રન સ્મૃતિ મંધાનાએ બનાવ્યાં હતાં. જ્યારે રિચા ઘોષ 30 અને રોડ્રીગ્યૂસ 29 રન બનાવી આઉટ થઈ ગયાં હતાં. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમે 18.4 ઑવરમાં 2 વિકેટે 167 રન બનાવી ફાઈનલમાં જીત મેળવી છે.
શ્રીલંકા તરફથી સૌથી વધારે હર્ષિથા સમરવિક્રમાએ અણનમ 69 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન ચમારી અથપઠ્ઠુએ 61 અને કવિષા દિલહારીએ અણનમ 30 રન બનાવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.