ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 30, 2025 6:33 એ એમ (AM)

printer

મહિલા એક દિવસીય વિશ્વ-કપની બીજી સૅમિફાઈનલ આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ – ICC મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ઇંગ્લૅન્ડને 125 રનથી હરાવી દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં પહોચ્યું છે. ગઈકાલે આસામમાં ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો હતો. પહેલી બૅટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત 50 ઑવરમાં સાત વિકેટ ગુમાવી 319 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લૅન્ડની ટીમ 42 ઑવર ત્રણ બૉલમાં 194 રન જ બનાવી શકી હતી.
મહિલા એક દિવસીય વિશ્વ-કપની બીજી સૅમિફાઈનલ આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. નવી મુંબઈના ડી. વાય. પાટીલ રમતગમત અકાદમીમાં ભારતીય સમય મુજબ આ મૅચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. આકાશવાણી પર બપોરે અઢી વાગ્યાથી મૅચ પૂર્ણ થવા સુધી અંગ્રેજી અને હિન્દી ભાષામાં મૅચનું જીવંત પ્રસારણ કરાશે.