મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ-કપમાં આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં મૅચ રમાઈ રહી છે. ભારતે પહેલા બેટીંગ કરીને ઑસ્ટ્રેલિયાને જીતવા 331 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હાલ મળ્તાં અહેવાલ મુજબ ઑસ્ટ્રેલિયાએ 14 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 97 રન બનાવ્યાં છે.
અગાઉ ભારત તરફથી સૌથી વધુ 80 રન સ્મૃતિ મંધાનાએ બનાવ્યાં. જ્યારે પ્રતિકા રાવલે 75, હરલિન દેઓલે 38, જેમીમાહ રોડ્રિગ્સે 33 અને રિચા ઘોષે 32 રનનું યોગદાન આપ્યું.
ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ પાંચ વિકેટ એનાબેલ સધરલેન્ડે લીધી. જ્યારે સોફી મોલિનેક્સે 3 વિકેટ ઝડપી છે.
Site Admin | ઓક્ટોબર 12, 2025 7:58 પી એમ(PM)
મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ-કપમાં ભારતે ઑસ્ટ્રેલિયાને જીતવા 331 રનનો લક્ષ્યાંક આપ્યો.
