ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં આજે કોલંબોમાં ઇંગ્લેન્ડ શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે.દરમ્યાન ગઈકાલે ગુવાહાટીમાં ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને 100 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટે 227 રન બનાવ્યા. જવાબમાં, બાંગ્લાદેશ 39 ઓવર અને 5 બોલમાં ફક્ત 127 રન જ બનાવી શક્યું. આ ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડની પહેલી જીત હતી. પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ 5મા સ્થાને છે અને બાંગ્લાદેશ 6ઠ્ઠા સ્થાને છે.
Site Admin | ઓક્ટોબર 11, 2025 8:13 એ એમ (AM)
મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં આજે કોલંબોમાં ઇંગ્લેન્ડ શ્રીલંકા સામે ટકરાશે
