મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે ખાસ નોંધણી આ મહિનાની 15મી તારીખ સુધી લંબાવી છે. આંગણવાડી અને આશા કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈને જાગૃતિ અને નોંધણી અભિયાનનો હેતુ બધી સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ સુધી પહોંચવાનો અને યોજના હેઠળ તેમની સમયસર નોંધણી સુનિશ્ચિત કરવાનો છે.આ યોજના સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને પૌષ્ટિક ખોરાક માટે નાણાકીય સહાય પૂરી પાડે છે અને તેમને યોગ્ય આરોગ્ય સંભાળ પ્રત્યે જાગૃત કરે છે. તે કન્યાઓ પ્રત્યે સકારાત્મક વિચારસરણીને પણ પ્રોત્સાહન આપે છે.મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, યોજના શરૂ થયા પછી, ચાર કરોડથી વધુ લાભાર્થીઓને તેમના બેંક ખાતા અથવા પોસ્ટ ઓફિસ ખાતામાં સીધા લાભ ટ્રાન્સફર દ્વારા 19 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ મોકલવામાં આવી છે
Site Admin | ઓગસ્ટ 5, 2025 7:37 એ એમ (AM)
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે ખાસ નોંધણી આ મહિનાની 15મી તારીખ સુધી લંબાવી
