મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજેગાંધીનગરમાં ‘રાખીમેળા’નું ઉદ્ઘાટન કર્યું. 8 ઓગસ્ટ સુધીમહાત્મા મંદિર ખાતે યોજાનાર આ રાખીમેળામાં રાખડી સહિતની વિવિધ ચીજ-વસ્તુઓનાપ્રદર્શન સહ વેચાણ માટે 100 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. આ રાખીમેળામાં મહિલા કારીગરદ્વારા ઉત્પાદિત અવનવી ડીઝાઇનની રાખડીઓ તેમજ ભાઈ દ્વારા બહેનને આપવામાં આવતી ભેટમાટે પણ જુદી-જુદી વસ્તુના સ્ટોલ રાખવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લાના તેમજઆજુબાજુના વિસ્તારના અંદાજે એક લાખ કરતા પણ વધુ નાગરીકો આ રાખીમેળામાં સહભાગીથવાની શક્યતા છે.
Site Admin | ઓગસ્ટ 4, 2025 7:00 પી એમ(PM)
મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજેગાંધીનગરમાં ‘રાખીમેળા’નું ઉદ્ઘાટન કર્યું