મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે અમદાવાદ ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતે “આહાર એ જ ઔષધ” એ મંત્રને સાકાર કરતા “પોષણ ઉત્સવ” થકી બાળકો, કિશોરીઓ અને માતાઓના આરોગ્ય અને પોષણમાં સુધારો કરવા માટે નોંધનીય કામગીરી કરી સમગ્ર દેશ માટે ઉદાહરણ પુરૂ પાડ્યું છે.આ કાર્યક્રમમાં 13 જેટલા સ્ટોલમાં પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી નિદર્શન સ્ટોલ રાખવામાં આવ્યો હતો. પોષણ ઉત્સવની ઉજવણીમાં આવેલ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર,સુરેન્દ્રનગર,બોટાદ, મહેસાણા, પાટણ સહિતના અનેક જિલ્લાના લોકો જોડાયા હતા.
Site Admin | મે 18, 2025 9:13 એ એમ (AM)
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે અમદાવાદ ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ યોજાયો
