ભારતીય ક્રિકેટ કંટ્રોલ દ્વારા આયોજિત મહિલા અંડર-19 વન ડે ટ્રોફી એલિટ ગ્રૂપમાં પૂણે ખાતે ગુજરાત અને ઉત્તરાખંડ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગુજરાતે ઉત્તરાખંડને 8 વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.પૂણેના ડેક્કન જિમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલા અંડર-19 વનડે ટ્રોફી એલિટ ગ્રૂપની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઉત્તરાખંડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઉત્તરાખંડની ટીમ 40.4 ઓવરમાં 110 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.ઉત્તરાખંડના 111 રનના લક્ષ્યાંકને પાર પાડવા ગુજરાતની ટીમ મેદાનમાં ઉતરી હતી. જેમાં ગુજરાતની ટીમે 23.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 114 રન બનાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
Site Admin | ડિસેમ્બર 29, 2025 10:16 એ એમ (AM)
મહિલા અંડર-19 વન-ડે ટ્રોફીમાં ગુજરાતે ઉત્તરાખંડને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો