માર્ચ 3, 2025 6:10 પી એમ(PM)

printer

મહિલાઓમાં નાણાકીય જાગૃતિમાં ગયા વર્ષ કરતાં 42 ટકાનો વધારો થયો છે

મહિલાઓમાં નાણાકીય જાગૃતિમાં ગયા વર્ષ કરતાં 42 ટકાનો વધારો થયો છે. નીતિ આયોગ દ્વારા આજે નવી દિલ્હીમાં રજૂ કરાયેલા “ફ્રોમ બોરોઅર્સ ટુ બિલ્ડર્સ: વિમેન્સ રોલ ઇન ઇન્ડિયાઝ ફાઇનાન્શિયલ ગ્રોથસ્ટોરી” નામના અહેવાલમાં આ વાત જણાવવામાં આવી છે. અહેવાલ મુજબ, ગયા વર્ષે ડિસેમ્બર સુધી લગભગ 27 મિલિયન મહિલાઓ તેમના ધિરાણનું નિરીક્ષણ કરી રહી હતી. અહેવાલ રજૂ કરતા, નીતિ આયોગના સીઈઓ, બી.વી.આર. સુબ્રમણ્યમે મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવામાં નાણાકીય સુવિધાની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. અહેવાલ દર્શાવે છે કે કુલ સ્વ-નિરીક્ષણ આધારમાં મહિલાઓનો હિસ્સો ગયા વર્ષે ડિસેમ્બરમાં વધીને 19.43 ટકા થયો છે, જે 2023માં 17.89 ટકા હતો. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેટ્રો વિસ્તારોની સરખામણીમાં નોન-મેટ્રો પ્રદેશોની વધુ મહિલાઓ સક્રિય રીતે તેમના ધિરાણનું સ્વ-નિરીક્ષણ કરી રહી છે,