મહાશિવરાત્રિનાં પાવન પર્વ પર આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે વહેલી સવારથી લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન માટે આવી રહ્યા છે. આ પ્રસંગે 20 ક્વિન્ટલ ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. મહાકુંભમાં અંતિમ મુખ્ય સ્નાનવિધીમાં શ્રધ્ધાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં લઈને ઉત્તરપ્રદેશ સરકારે તમામ વ્યવસ્થા કરી છે.
મહાકુંભમાં અત્યાર સુધી 65 કરોડથી વધુ શ્રધ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વહેલી સવારથી ગોરખપુરમાં કન્ટ્રોલ રૂમમાંથી મહાકુંભની વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહ્યા છે. આજે સવારે નવ વાગ્યા સુધીમાં પ્રયાગરાજનાં વિવિધ સ્ટેશનોથી 115થી વધુ ટ્રેનોએ પ્રસ્થાન કર્યું છે. આ ટ્રેનોમાં છ લાખથી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી છે.
મંત્રાલયે જણાવ્યું છે કે, મહા શિવરાત્રિ સ્નાન બાદ વધારાની ટ્રેનો દોડાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમગ્ર રેલવે કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 2:21 પી એમ(PM)
મહાશિવરાત્રિનાં પાવન પર્વ પર આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે વહેલી સવારથી લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન માટે આવી રહ્યા છે