મહારાષ્ટ્ર સાયબર સેલે સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાને બીજું સમન્સ જારી કર્યુ છે, જેમાં તેમને ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ વિવાદના સંદર્ભમાં તેમનું નિવેદન નોંધાવવા આવતીકાલે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. ગઈકાલે પાઠવવામાં આવેલા સમન્સ બાદ તેણે પોતાનું નિવેદન આપ્યું ન હતું.
હાલમાં વિદેશમાં રહેલા સમય રૈનાએ વિડિયો કોન્ફરન્સિંગથી પોતાનું નિવેદન નોંધાવવા વિનંતી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી.
અગાઉ ફરિયાદમાં રણવીર અલ્લાહબાદિયા, આશિષ ચંચલાણી અને
અપૂર્વા મુખરજીના નામ પણ સામેલ હતા. જો કે, તેમણે પહેલાથી જ પોતાના નિવેદન આપી દીધા છે. આરોપીઓ સામે મહારાષ્ટ્ર અને આસામમાં અનેક કેસ નોંધાયેલા છે.
Site Admin | માર્ચ 18, 2025 7:57 પી એમ(PM)
મહારાષ્ટ્ર સાયબર સેલે સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાને બીજું સમન્સ જારી કર્યુ છે.
