મહારાષ્ટ્ર સરકારે સુશ્રી રશ્મિ શુક્લાને પોલીસ મહાનિદેશક- DGP અને રાજ્યનાં પોલીસ દળનાં પ્રમુખ તરીકે ફરી નિયુક્ત કર્યાં છે. ગઈકાલે સાંજે રાજ્યના ગૃહ વિભાગે જાહેર કરેલા આદેશ અનુસાર, આ નિર્ણય વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ લેવાયો છે.
સુશ્રી રશ્મિ શુક્લાને તેમના પદથી હટાવાયાં બાદ ભારતીય પોલીસ સેવાના વરિષ્ઠ અધિકારી સંજયકુમાર અસ્થાયી રીતે ડીજીપીનો પદભાર સંભાળી રહ્યા હતા. વિધાનસભા ચૂંટણી પેહલા ચૂંટણી પંચના એક નિર્દેશના કારણે આ પરિવર્તન થયું હતું. સુશ્રી રશ્મિ શુક્લાને મહારાષ્ટ્ર કૉંગ્રેસ એકમના પ્રમુખ નાના પટોલેની વિનંતીના કારણે હટાવાયાં હતાં. શ્રી વર્માને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી ઉચ્ચ પદ પર નિયુક્ત કરાયા હતા.
આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારના પહેલા આદેશ મુજબ, સુશ્રી શુક્લા અનિવાર્ય રજા પર હતાં. રવિવારે ચૂંટણી પરિણામ જાહેર થવાની સાથે ચૂંટણી પંચે સોમવારે આદર્શ આચારસંહિતા પૂર્ણ થવાની જાહેરાત કરી હતી
Site Admin | નવેમ્બર 26, 2024 3:45 પી એમ(PM)
મહારાષ્ટ્ર સરકારે સુશ્રી રશ્મિ શુક્લાને પોલીસ મહાનિદેશક- DGP અને રાજ્યનાં પોલીસ દળનાં પ્રમુખ તરીકે ફરી નિયુક્ત કર્યાં
