મહારાષ્ટ્ર સરકારે દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચનાં શિખર સંમેલનમાં સ્ટીલ, ધાતુ, નવીનીકરણીય ઉર્જા, માળખાગત સુવિધા, સિમેન્ટ, લિથિયમ-આયન બેટરી અને સૌર મોડ્યુલના ક્ષેત્રમાં સવા છ લાખ કરોડ રૂપિયાના રોકાણ દરખાસ્તો સાથેનાં 31 સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. મંગળવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓની હાજરીમાં સમજૂતિપત્રો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, હસ્તાક્ષર કરાયેલા સમજૂતિપત્રોથી મહારાષ્ટ્રના વ્યાપક વિકાસ અને વિકાસ માટે માર્ગ મોકળો થશે.તેમણે વધુમાં જણાવ્યું કે, એક જ દિવસમાં આટલી મોટી રોકાણ રકમ મેળવવાનો આ એક નવો રેકોર્ડ છે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 2:44 પી એમ(PM)
મહારાષ્ટ્ર સરકારે દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચનાં શિખર સંમેલનમાં સવા છ લાખ કરોડ રૂપિયાની રોકાણ દરખાસ્તો સાથેનાં 31 સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા
