ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 10, 2024 4:32 પી એમ(PM)

printer

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સત્તા પક્ષ અને વિપક્ષે પોત પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સત્તા પક્ષ અને વિપક્ષે પોત પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે સંકલ્પ પત્રની જાહેર કરી હતી. આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભાજપનું સંકલ્પ પત્ર રાજ્યના નાગરિકોની આકંક્ષાઓને દર્શાવે છે. આ પ્રસંગે તેમણે વિપક્ષ સામે પ્રહાર કર્યા હતા.ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં સિંચાઈ યોજનાઓની જાહેરાત કરતા રાજ્યને દેવા મુક્ત બનાવવાનું વચન આપ્યું છે. આગામી પાંચ વર્ષમાં રાજ્યના યુવાનો માટે પાંચ કરોડ રોજગારની તકો, મહિલા માટે સસ્તે ભાવે મકાન, કૃષિ માટે સૌર ઊર્જા અને
સ્વચ્છ પાણી સંદર્ભેની યોજનાઓનું વચન આપ્યું છે. 

તો સામે પક્ષે કૉંગ્રેસ અને સાથી પક્ષોએ મહારાષ્ટ્ર ચૂંટણી માટે ‘મહારાષ્ટ્રનામા’ની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પત્રકારોને સંબોધતા કૉંગ્રેસના વરિષ્ઠ
નેતા મલ્લિકાર્જૂન ખડગેએ સત્તાપક્ષ સામે પ્રહાર કર્યા હતા.