ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 26, 2024 2:22 પી એમ(PM)

printer

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 23 અને શિવસેનાએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 23 અને શિવસેનાએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. કોંગ્રેસે રાલેગાંવથી મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી વસંત પુરકે, સાવનેરથી અનુજા કેદાર, અર્જુની-મોરગાંવથી દિલીપ બંસોડ, જાલનાથી કૈલાસ ગોરંત્યાલ અને સાયન-કોલીવાડાથી ગણેશ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. શિવસેનાએ ધુલેથી અનિલ ગોટે, હિંગોલીમાં રૂપાલી પાટીલ, શિવડીથી અજય ચૌધરી અને બાઈકુલાથી મનોજ જમસુતકરને ઉમેદવાર બનાવ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આ સોમવારે ઉમેદવારી દાખલ કરી શકાશે. જ્યારે ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન અને 23 નવેમ્બરે મતગણતરી થશે.