ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 7, 2024 8:47 એ એમ (AM) | મહારાષ્ટ્ર વિધાનસભા

printer

મહારાષ્ટ્ર વિધાનસભાનું ત્રણ દિવસીય વિશેષ સત્ર આજથી મુંબઈમાં શરૂ થઈ રહ્યું છે.

મહારાષ્ટ્ર વિધાનસભાનું ત્રણ દિવસીય વિશેષ સત્ર આજથી મુંબઈમાં શરૂ થઈ રહ્યું છે. જેમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવશે અને વિધાનસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવવાની કામગીરી આવતીકાલે પણ ચાલુ રહેશે. સોમવારે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. આ પછી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહાગઠબંધન સરકાર વિશ્વાસ મત મેળવશે.
તાજેતરમાં પૂર્ણ થયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહાગઠબંધનને 288માંથી 230 બેઠકો મળી હતી. ચૂંટણીમાં ભાજપને 132 બેઠકો, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને 57 અને અજિત પવારની આગેવાનીવાળી NCPને 41 બેઠકો મળી હતી.