ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 21, 2024 3:20 પી એમ(PM)

printer

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 વિધાનસભા બેઠકો માટે ગઈ કાલે મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 વિધાનસભા બેઠકો માટે ગઈ કાલે મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું. મહારાષ્ટ્રમાં સરેરાશ 65.11 ટકા મતદાન નોંધાયું હતું, જે 2019માં થયેલા 61 ટકા મતદાન કરતા વધુ છે. સૌથી વધુ ગઢચિરોલી જિલ્લામાં 73.68 ટકા, જ્યારે મુંબઈ શહેરમાં સૌથી ઓછું 52.07 ટકા મતદાન નોંધાયું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે ચૂંટણી લડી રહેલા ચાર હજાર એકસો છત્રીસ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે.

 દરમિયાન, નાંદેડ સંસદીય બેઠક પર 62.89 ટકા મતદાન નોંધાયું હતું.2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 105 બેઠકોજીતી હતી જ્યારે શિવસેનાને 56 બેઠકો મળી હતી. વિપક્ષ કોંગ્રેસે 44 જ્યારેએનસીપીએ 54 બેઠકો મેળવી હતી. ચૂંટણીનું પરિણામ 23મી નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ