ઓક્ટોબર 11, 2024 7:53 પી એમ(PM) | fire range | gujarat jawan | javan shahid | Maharshtra

printer

મહારાષ્ટ્ર: ફાયરિંગ રેન્જમાં થયેલા અકસ્માતમાં બે અગ્નિવીર જવાન શહીદ

મહારાષ્ટ્રના દેવળાલી ખાતેના ફાયરિંગ રેન્જમાં થયેલા એક અકસ્માતમાં રાજકોટ અને પશ્વિમ બંગાળના બે અગ્નિવીર જવાનો શહીદ થયા છે. લશ્કરના સૂત્રોના જણાવ્યા મુજબ ગોળીબારની તાલીમ વખતે થયેલાં આ અકસ્માતમાં કારણની તપાસ શરૂ કરાઈ છે. લશ્કરના જણાવ્યા મુજબ રાજકોટના વિશ્વરાજસિંહ ગોહીલ અને પશ્વિમ બંગાળના સૈકત શહીદ થયા છે. ભારતીય લશ્કરે આ દુર્ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.