મહારાષ્ટ્ર જાહેર સેવા આયોગ-MPSC દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મરાઠીમાં લેવાશે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય વિધાન પરિષદમાં શિવસેના (UBT) ના ધારાસભ્ય મિલિંદ નાર્વેકરે ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં આ જાહેરાત કરી. પ્રશ્નનો જવાબ આપતા મુખ્યમંત્રીએ કહ્યું MPSC પરીક્ષાઓ પહેલાથી જ મરાઠી અને અંગ્રેજીબંને ભાષામાં લેવામાં આવે છે. જોકે, અદાલતે અગાઉ ચુકાદો આપ્યો હતો કેકેટલીક પરીક્ષાઓ, ખાસ કરીને કૃષિ ઇજનેરી સંબંધિત પરીક્ષાઓ, ફક્ત અંગ્રેજીમાં જ લેવી જોઈએ. આનિર્ણય આ વિષયો માટે મરાઠીમાં પાઠ્યપુસ્તકોની ઉપલબ્ધતાના આધારે લેવામાં આવ્યો હતો.જો કે, આ બાબતની ચર્ચા કર્યા પછી, મહારાષ્ટ્ર સરકારે નિર્દેશ કર્યો કે નવી શિક્ષણ નીતિ મુજબ, નવા પાઠ્યપુસ્તકો મરાઠીમાં બનાવવામાં આવશે.
Site Admin | માર્ચ 15, 2025 1:19 પી એમ(PM)
મહારાષ્ટ્ર જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મરાઠીમાં લેવાશે