મહારાષ્ટ્રમાં ગઈકાલે બે અલગ અલગ ઘટનાઓમાં સાત લોકો ડૂબી ગયા હતા. પહેલી ઘટનામાં પંઢરપુરમાં ચંદ્રભાગા નદીમાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ મહિલાઓ પુંડલિક મંદિર પાસે પવિત્ર સ્નાન માટે નદીમાં ડૂબકી લગાવવા ગઈ હતી. તેમને બચાવવાના પ્રયાસો છતાં બે મહિલાઓએ જીવ ગુમાવ્યા. ત્રીજી મહિલાની શોધ ચાલુ છે. ઉજાની ડેમમાંથી પાણી છોડવાને કારણે ચંદ્રભાગા નદીમાં પાણીનું સ્તર વધ્યું હતું. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.બીજી ઘટના રત્નાગિરિ જિલ્લાના પ્રવાસન સ્થળ અરે-વેયર સાગરમાં તરતી વખતે ચાર લોકો ડૂબી ગયા હતા. તેમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. મૃતકોના મૃતદેહ મળી આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક નીતિન બગાટેએ પ્રવાસીઓને ઊંડા સમુદ્રમાં ન જવાની સલાહ આપી હતી.
Site Admin | જુલાઇ 20, 2025 9:30 એ એમ (AM)
મહારાષ્ટ્રમાં બે અલગ અલગ ઘટનાઓમાં સાત લોકો ડૂબી ગયા
