ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 15, 2024 6:42 પી એમ(PM)

printer

મહારાષ્ટ્રમાં, નાગપુરમાં આજે શાસક મહાયુતિ સરકારના 39 સભ્યોનાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું

મહારાષ્ટ્રમાં, નાગપુરમાં આજે શાસક મહાયુતિ સરકારના 39 સભ્યોનાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજભવનમાં આયોજિતકાર્યક્રમમાં મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. આ ઉપરાંત, ભાજપના નેતાઓ રાધાકૃષ્ણ વિખે પાટીલ, ચંદ્રકાંત પાટીલ,  ગિરીશ મહાજન, પંકજામુંડે, નિતિશ રાણે, ગણેશ નાયકે પણ શપથ લીધા હતા.  શિવસેના શિંદે જૂથમાંથી ઉદયસામંત, ગુલાબરાવ પાટીલ, સંજય રાઠોડ સહિતના નેતાઓ ઉપરાંત અજીત પાવરના એનસીપીમાંથી હસનમુશ્રિફ, ધનંજય મુંડે, અદિતી તટકરે સહિતનાં નેતાઓએ મંત્રીપદનાં શપથ લીધા હતા. આ પ્રસંગેકેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રીઓએકનાથ શિંદે અને અજીત પવારે શપથ લીધા હતા. આવતી કાલથી મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્રશરૂ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.