ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 30, 2024 3:52 પી એમ(PM)

printer

મહારાષ્ટ્રમાં નવેમ્બર મહિનામાં જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો

મહારાષ્ટ્રમાં નવેમ્બર મહિનામાં જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. પૂણે, નાશિક, અહિલ્યાનગર જિલ્લામાં ઠંડીનું મોજું પ્રસરી ગયું છે. આ જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે તેનાંથી ઓછું નોંધાયું છે. હવામાન વિભાગે રાજ્યનાં કેટલાંક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે ઠંડા પવન ફૂંકાવાની આગાહી કરી છે. વસંતરાવ નાઇક મરાઠવાડા કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગે સૌથી ઓછું આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પરભણી જિલ્લામાં નોંધ્યું છે. વિદર્ભમાં પણ તાપમાન ઘટ્યું છે. આજે સવારે અમરાવતી જિલ્લામાં 12 ડિગ્રી અને ધારાણી-ચિખલાદારીમાં નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
મુંબઇમાં ગઈ કાલે 16.5 ડિગ્રી સેલ્સિયલ લઘુતમ તાપમાનો નોંધાયું હતું, જે છેલ્લાં આઠ વર્ષમાં સૌથી ઓછું હતું.