ડિસેમ્બર 22, 2024 9:04 એ એમ (AM)

printer

મહારાષ્ટ્રમાં નવી ચૂંટાયેલી સરકારના વિવિધ મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવામાં આવી

મહારાષ્ટ્રમાં નવી ચૂંટાયેલી સરકારના વિવિધ મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૃહ, ઉર્જા, કાયદો અને ન્યાયતંત્ર, સામાન્ય વહીવટ, માહિતી અને પ્રચાર વિભાગો પોતાની પાસે રાખ્યા છે. નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે શહેરી વિકાસ, આવાસ, જાહેર બાંધકામ (જાહેર સાહસો) અને અજિત પવાર નાણાં અને આયોજન, તથા રાજ્ય આબકારી મંત્રાલયો સંભાળશે. મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલે મહેસૂલ, રાધાકૃષ્ણ વિખે-પાટીલ જળ સંસાધન વિભાગ સંભાળશે. જ્યારે હસન મુશ્રીફને તબીબી શિક્ષણ વિભાગ અને ચંદ્રકાંત પાટીલને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ તથા સંસદીય બાબતોનો વિભાગ અપાયો છે.
ઉપરાંત, પંકજા મુંડે પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને પશુપાલન મંત્રી રહેશે. માણિકરાવ કોકાટે કૃષિ અને જયકુમાર ગોરને ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સહિતની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ ઉપરાંત છ રાજ્ય મંત્રીઓને પણ વિભાગો અપાયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.