ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 19, 2025 2:45 પી એમ(PM)

printer

મહારાષ્ટ્રમાં છત્રપતિ સંભાજીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપ સ્વામીએ ખુલ્દાબાદમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

મહારાષ્ટ્રમાં, છત્રપતિ સંભાજીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપ સ્વામીએ ખુલ્દાબાદમાં કાયદો, વ્યવસ્થા અને શાંતિ જાળવવા માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તેમણે નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને સુમેળ જાળવવા માટે વહીવટીતંત્રને સહકાર આપવા વિનંતી કરી હતી
જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ અધિકારીઓને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓની તાત્કાલિક પોલીસને જાણ કરવા નિર્દેશ આપ્યો હતો. તેમણે વિવિધ વિભાગો વચ્ચે સંકલનના મહત્વ પર ભાર મૂક્યો અને નાગરિકોને ફક્ત ચકાસાયેલ માહિતી પર આધાર રાખવા વિનંતી કરી. સોશિયલ મીડિયા પર કોઈ વાંધાજનક સંદેશા મળી આવે તો તાત્કાલિક કાયદા અમલીકરણ એજન્સીઓને ચેતવણી આપવા સૂચનાઓ જારી કરવામાં આવી છે.
ખુલ્તાબાદ તહસીલ કાર્યાલયમાં સમીક્ષા બેઠક દરમિયાન, પોલીસ અધિક્ષક વિનયકુમાર રાઠોડે ઔરંગઝેબના મકબરા અને સમગ્ર પ્રદેશમાં મજબૂત સુરક્ષા પગલાંની જાણકારી આપી હતી.. કોઇ સ્થિતિને પહોંચી વળવા 30 પોલીસ કર્મચારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, રાજ્ય અનામત દળના 50 સૈનિકોની ટુકડી અને 80 હોમગાર્ડને આ વિસ્તારમાં તૈનાત કરી દેવાયા છે.