મહારાષ્ટ્રમાં મુંબઈના વિરાર પૂર્વ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 17 લોકોના મોત અને 9 લોકો ઘાયલ થયા છે.
આ ઘટના નારંગી વિસ્તારમાં રમાબાઈ એપાર્ટમેન્ટ્સમાં બની હતી. NDRF, પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે અને અત્યાર સુધીમાં 24 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે, કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દુરાની જાખડે બચાવ કામગીરીનો તાગ મેળવવા માટે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો અને દરેક મૃતકના પરિવાર માટે 5 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી.
રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી ગિરીશ મહાજને પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સ્થળની મુલાકાત લીધી હતી
Site Admin | ઓગસ્ટ 28, 2025 7:56 પી એમ(PM)
મહારાષ્ટ્રમાં ઈમારત ધરાશાયી થતાં 17 ના મોત, નવ લોકો ઘાયલ, પાંચ લાખની સહાય
