મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર મારવામાં આવી છે. મુંબઇ ખાતે આજે સવારે મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સર્વ સમંતીથી દેવેન્દ્ર ફડણવીસને નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં હતા.. કેન્દ્રીય નિરક્ષકો વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની ઉપસ્થિતિમાં દેવેદ્ર ફડણવીસના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના ચંદ્રકાંત પાટીલે ફડણવીસના નામની જાહેરાત કરી હતી .. આવતીકાલે મુંબઇના આઝાદ મેદાન ખાતે મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારંભ યોજાશે.
Site Admin | ડિસેમ્બર 4, 2024 2:50 પી એમ(PM)
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર મારવામાં આવી
